હવે તો ભારે કરી છે…! બે આખલા લડતા-લડતા એક ઈલેક્ટ્રીક શોરૂમની અંદર ઘૂસી ગયા, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો…

Published on: 2:13 pm, Fri, 24 June 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે આખલાનો આતંક વધી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે આખલાઓ એક ઈલેક્ટ્રીક શોરૂમની અંદર ઘૂસી ગયા છે. શોરૂમમાં આખલાઓ ભારે એવું નુકસાન પહોંચાડે છે.

આ વિડીયો રાજસ્થાનના શ્રીગંગાનગર માંથી સામે આવ્યો છે. ગજસિંહપુરના તાહબજારમાં બે આખલાઓ લડતા-લડતા એક શો રૂમની અંદર ઘૂસી ગયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે ડરનો માહોલ છવાઇ ગયો હતો. બંને આખલાઓ વચ્ચે લાંબા સમય સુધી ઝઘડો ચાલ્યો હતો.

સૌ પ્રથમ બંને આખલાઓ બજારમાં લડી રહ્યા હોય છે. આ દરમિયાન એમાંથી એક આખલો થોડીકવાર પછી એક શો રૂમની અંદર ઘૂસી જાય છે. તેની પાછળ બીજો આખલો પણ શોરૂમ નો કાચ તોડીને અંદર ગુસ્સે છે. શોરૂમમાં આખલા ઘૂસી જતાં અંદર હાજર લોકો આખલાથી બચવા માટે ભાગવા લાગ્યા હતા.

આ ઘટના બપોરના સમયે બની હતી. આખલાઓ જ્યારે ઝઘડી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર લોકોએ તેના પર પાણી નાખીને બન્નેને શાંત પાડવાની કોશિશ કરી હતી, પરંતુ બંને શાંત પડ્યા હતા. અને જોતજોતામાં તો તે એક ઇલેક્ટ્રીક શો રૂમની અંદર ઘૂસી જાય છે. શો રૂમ ની અંદર ઘૂસીને આખલાઓ અનેક વોશિંગ મશીન અને એલઈડીને નુકસાન પહોંચાડ્યું હતું.

આખલાઓ ઘણા સમય સુધી દુકાનની અંદર આમતેમ ફરતા રહ્યા. ત્યારબાદ દુકાનના માલિકે આખલાઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને છેવટે આખલાઓ દુકાનની બહાર નીકળી ગયા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હવે તો ભારે કરી છે…! બે આખલા લડતા-લડતા એક ઈલેક્ટ્રીક શોરૂમની અંદર ઘૂસી ગયા, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*