કેવું દર્દનાક મૃત્યુ…! વડોદરામાં ચાલુ વરસાદમાં એક્ટિવા પર જઈ રહેલા પોલીસકર્મી પર ઝાડ પડ્યું – પોલીસકર્મીનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 12:00 pm, Fri, 24 June 22

વડોદરામાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસકર્મી પર ઝાડ પડવાના કારણે તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. પોલીસકર્મીના મૃત્યુના કારણે તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઇ ગયો છે. વડોદરા શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો.

આ દરમિયાન ભારે અજબડી મીલ પાસેથી એક્ટીવા ઉપર પસાર થઈ રહેલા પોલીસકર્મી પર અચાનક ઝાડ પડ્યું હતું. આ કારણોસર પોલીસકર્મીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવના પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અમરસિંહ ગોરધનભાઈ રાજપુત નામના પોલીસકર્મીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ સમગ્ર રાજપૂત સમાજમાં માતમ છવાઇ ગયો હતો. માહિતી અનુસાર વડોદરામાં ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ ભારેપવન ફૂંકાવાની શરૂ થઈ ગયું હતું. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવો શરૂ થઈ ગયો હતો.

ત્યારે વરસાદમાં એક્ટીવા પર જઈ રહેલા પોલીસકર્મી અમરસિંહ અજબડી મીલ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમના માથા પર એક ઝાડ પડ્યું હતું. આ કારણોસર પોલીસકર્મી અમરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેથી તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તે લોકોએ પોલીસ કર્મીના શરીર પરથી ઝાડ દૂર કરવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ઝાડનું થડ વજનદાર હોવાના કારણે તે ઉઠાવી શક્યા નહીં. ત્યારબાદ ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસ કર્મી અમરસિંહ રાજપુતની સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અમરસિંહ રાજપૂતના મૃત્યુના કારણે તેમના પરિવાર અને પોલીસ તંત્રમાં શોખનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કેવું દર્દનાક મૃત્યુ…! વડોદરામાં ચાલુ વરસાદમાં એક્ટિવા પર જઈ રહેલા પોલીસકર્મી પર ઝાડ પડ્યું – પોલીસકર્મીનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*