120ની ઝડપે બેકાબુ બનેલા ટ્રેલરે 8 લોકોને અડફેટેમાં લીધા, 2 યુવકોના ઘટના સ્થળે રિબાઈ રિબાઈને મોત… જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…

Published on: 4:08 pm, Sun, 11 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બે કાબુ બનેલા ટ્રેલરે બે યુવકોને કચડી નાખ્યા હતા. આ કારણોસર બંને યુવાનોના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા. અકસ્માતની ઘટનામાં અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બેકાબુ બનેલા ટ્રેલરે 12 જેટલા વાહનોને નુકસાન પહોંચાડ્યું છે.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના કોટામાં બની હતી. પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બેકાબુ બનેલા ટ્રેલર આઠ જેટલા લોકોને અડફેટેમાં લીધા હતા. જેમાંથી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જ્યારે બે યુવકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં 20 વર્ષીય ગૌરવ યાદવ અને 22 વર્ષીય ગોવર્ધન ચરણનું ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ટ્રેલર પોકલેન મશીનને લઈને જઈ રહ્યું હતું.

ત્યારે અચાનક આજે ટ્રેલર બેકાબુ બન્યું હતું અને આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના બની આબાદ લોકોએ ભેગા મળીને ટ્રેલરના ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. ટ્રેલર ચાલકે લગભગ 6 ટુ વ્હીલર અને 6 ફોર વ્હીલરને જોરદાર ટક્કર લગાવી હતી. આટલું જ નહીં પરંતુ વાહનની નજીક બેઠેલા ઢોર અને કૂતરાને પણ અડફેટેમાં લીધા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઢાળ વાળા રસ્તા પર અચાનક જ ટ્રેલરની સ્પીડ વધી ગઈ હતી. જેના કારણે ટ્રેલર ચાલાકે કાબુ ગુમાવી દીધો અને આ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલો ગૌરવ યાદવ તેની માતાનો એકમાત્ર આધાર હતો. ગૌરવ નું મૃત્યુ થતાં આજે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જ્યારે મૃત્યુ પામેલા ગોવર્ધનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તે ત્રણ બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો. આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બેકાબુ બનેલું ટ્રેલર રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈક અને કારને ટક્કર લગાવીને આગળ વધે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "120ની ઝડપે બેકાબુ બનેલા ટ્રેલરે 8 લોકોને અડફેટેમાં લીધા, 2 યુવકોના ઘટના સ્થળે રિબાઈ રિબાઈને મોત… જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*