રાત્રી કરફ્યુ ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત, જાણો.

Published on: 1:21 pm, Fri, 15 January 21

ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ને લઈને રાજ્યની રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. આગામી 15 દિવસ રાજ્યના ચાર મહાનગરો એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.

જામનગરમાં રાજ્યની રૂપાણી સરકારે નિવેદન આપતા જણાવ્યું કે.કરફ્યુ ના કારણે કોરોના કંટ્રોલ માં આવ્યો છે અને લોકોને વિનંતી છે કે તેઓ થોડો વધુ સમય ધીરજ રાખે.રાત્રી કર્ફ્યુ લઇને રાજ્ય સરકારે જણાવ્યું કે.

આગામી 15 દિવસ રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી 10 થી સવારે 6 સુધી જારી રહેશે.આ ઉપરાંત કોરોના ની માર્ગદર્શિકા નું કડક પાલન કરવાનું રહેશે. નોંધનીય છે કે ગત 31 ડિસેમ્બર સુધી રાજ્યના મુખ્ય શહેરોમાં રાત્રે 9 થી 6 નું કરફ્યુ હતું.

ત્યારબાદ 1 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી છેલ્લા જાહેરનામા મુજબ રાત્રી 10 થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે.રાજ્યની રૂપાણી સરકારે જામનગર ખાતે કરફ્યુ ની જાહેરાત કરતા જણાવ્યું.

કે હજી આગામી 30 જાન્યુઆરી સુધી રાજ્યમાં કરફ્યુ 10 થી સવાર ના છ વાગ્યા સુધી રહેશે અને ધાર્મિક કે કોઈ સામાજિક લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 100 લોકોને જ બોલાવી શકાશે.રાત્રી કરફ્યુ ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!