પોલીસ પકડે તો આ કાર્ડ બતાવી દેજો નહિતર મને ફોન કરાવી દેજો,જાણો ભાજપના કયા દિગ્ગજ નેતાએ કહ્યું.

Published on: 9:44 pm, Fri, 15 January 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ વેપાર બની રહ્યું છે અને ભાજપ પ્રમુખને રોકવાની સત્તા પોલીસ પાસે પણ નથી કેમકે સુરત લિંબાયત ના ધારાસભ્ય ખુલ્લેઆમ વીડિયોમાં કહી રહ્યા છે કે, ભાજપ પ્રમુખ નું કાર્ડ બતાવી દેજો પોલીસ તમને નહીં રોકે.

સુરત લિંબાયત ના ધારાસભ્ય સંગીતા પાટીલ નો વિડીયો વાયરલ થયો છે. ભાજપના ધારાસભ્ય બેજવાબદારી ભર્યું નિવેદન આપી રહ્યા છે.ધારાસભ્ય સંગીતા પાટીલ કહી રહ્યા છે કે જો તમને પોલીસ પકડે તો ભાજપ પ્રમુખ નું કાર્ડ બતાવી દેજો પોલીસ તમને છોડી મૂકશે.

અને જો પોલીસ ના છોડે તો મને ફોન કરજો હું તમને છોડાવી. આ પેજ પ્રમુખ નું આપેલુ કાર્ડ સી.આર.પાટીલ સાહેબ એ આપેલું બ્રહ્માસ્ત્ર છે.સ્થાનિક સ્વરાજ્ય ને લઈને ભાજપે માઈક્રો લેવલનું આયોજન કર્યું છે જેમાં મતદાર યાદી પેજ પ્રમુખ બનાવ્યા છે.

જેમાં 20 મતદારો સામે એક પેજ પ્રમુખની 6 લોકોની કમિટી બનાવી છે શું આ તમામ લોકોને પોલીસે રોકી નહીં શકે? ભાજપના નેતાઓ પોલીસને કંટ્રોલ કરે છે?પોલીસખાતું નેતાઓની સત્તામાં આવે છે જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!