સૂર્ય તિલક થી ઝળહળી ઉઠ્યુ રામ મંદિર નું ગર્ભગૃહ, જય શ્રી રામના નારા સાથે અયોધ્યા નગરી બની રામમય

Published on: 4:07 pm, Wed, 17 April 24

આજે સમગ્ર ભારતમાં રામનવમી નો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ તરફ હાલમાં અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનું બપોરે 12 વાગ્યે સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું અને આજે સવારે 3:30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો

અને બપોરે 12 વાગ્યે તો સૂર્યના કિરણો લગભગ ચાર મિનિટ સુધી ભગવાન શ્રી રામલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું છે.રામ નવમી ના અવસરે અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રીરામને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. એ તો જાણીતું છે કે મંદિર બનાવતી

વખતે સૂર્યા તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળથી રામ ભગવાનની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો મિકેનીકલ સિસ્ટમ દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ સુધી પહોંચી છે.આજના આ તહેવાર માટે ભગવાન શ્રીરામનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે

જે પીળા રંગનો છે આમાં ખાદી અને હેન્ડલુમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્ર તૈયાર કરવામાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ સોના ચાંદીના દોરા નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભગવાન શ્રીરામના કપડા મનીષ ત્રિપાઠી બનાવું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સૂર્ય તિલક થી ઝળહળી ઉઠ્યુ રામ મંદિર નું ગર્ભગૃહ, જય શ્રી રામના નારા સાથે અયોધ્યા નગરી બની રામમય"

Leave a comment

Your email address will not be published.


*