કેન્દ્રની મોદી સરકાર માત્ર આટલા રૂપિયામાં તમારા ઘર માટે સૌથી મોટી યોજના લાવવાની તૈયારીમાં, જાણો વિગતે.

Published on: 11:29 am, Thu, 29 July 21

ભારતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવામાં નવી લોન્ચ થનારિ HOME INSURANCE સ્કીમમાં મોદી સરકાર કુદરતી આફતના કારણે ઘરને થનાર નુકસાનને કારણે 3 લાખ સુધીનો વિમો આપવાની જોગવાઈ કરવાની છે.

તો તો કોઈ કુદરતી આફતમાં તમારા ઘરને નુકસાન થાય છે તો નવું ઘર બનાવી શકાય અથવા તો રીપેર કરાવી શકો છો. આ ઉપરાંત કુદરતી આફતમાં જો ઘરના સામાનને પણ નુકસાન પહોંચે તો પણ 3 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ પોલીસે લેનાર ફેમિલીના બે સભ્યોને 3-3 લાખનો પર્સનલ એકસીડન્ટ વિમો પણ આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ ખાનગી અને જાહેર વીમા કંપનીઓ કેન્દ્રની મોદી સરકારની આ વીમા યોજનાનું સંચાલન કરશે ભાવ ઉપરાંત વીમાનું પ્રીમિયમ લોકોના બેંક ખાતા સાથે જોડવામાં આવશે. તેમજ વીમા કંપનીઓ આ પોલીસીમાં દર વર્ષે1000 રૂપિયા નું પ્રીમિયમ નક્કી કરવાની માંગ છે.

પરંતુ આ યોજનાનો વાર્ષિક પ્રિમિયમ 500 રૂપિયા હોય તેવી સરકારની ઇચ્છા છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતોના કારણે જનતાને ભારે નુકસાન થાય છે અને કેટલાક લોકો તો પોતાના ઘર પણ ગુમાવે છે.

તેના કારણે લોકોને થયેલા નુકસાન સામે સુરક્ષા કવચ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકારે આ યોજનાને મોટી પાયાની યોજના બનાવી રહી છે. ભાવ ઉપરાંત દેશની મોદી સરકાર પહેલેથી જ 2 સામાજીક સુરક્ષા યોજના ચલાવી રહી છે.

જેમાં એક પ્રધાન જીવન જ્યોત વીમા યોજના છે. જેની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. આ વીમા યોજનામાં 55 વર્ષ સુધીના લાઇફ કવર ઉપલબ્ધ હતા. આ વીમા યોજનામાં જો વીમાધારકને મૃત્યુ થાય તો તેને 2 લાખ નું કવર મળશે. તેમજ આ વીમા યોજના નું વાર્ષિક પ્રિમિયમ 330 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!