ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની આગાહી, 31 જુલાઈથી આ વિસ્તારોમાં થશે…

Published on: 10:18 am, Thu, 29 July 21

ગુજરાતમાં આગામી સમયમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આજથી રાજ્યમાં સામાન્ય વરસાદની પરિસ્થિતિ રહેશે તેમજ 31 જુલાઈ બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

ઉપરાંત અમદાવાદ શહેરમાં મોટા શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હજુ સુધીમાં રાજ્યમાં 33 ટકા જ વરસાદ નોંધાયો છે.

આજે અમારા સિઝનનો સૌથી વધારે વરસાદ વલસાડમાં નોંધાયો છે વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે રાજ્યમાં ગયા વર્ષની તુલનામાં વરસાદનું પ્રમાણ સામાન્ય જોવા મળ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ જ સાથે સીઝનનો સૌથી વધુ વરસાદ 35.19 વરસાદ ખાબક્યો છે, કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા વરસાદ ખાબક્યો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા વરસાદ ખાબક્યો છે, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ ખાબક્યો છે, ઉત્તર ગુજરાતમાં 7.96 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા વરસાદ ખાબક્યો છે.

મળતા અહેવાલો મુજબ રાજ્યમાં 25 તાલુકામાં 20 થી 40 ઈંચ વરસાદ, 88 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ, 96 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ, 39 તાલુકામાં 2 થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર અને ભાવનગર સહિતના પંથકોમાં 31 જુલાઈ બાદ સારો એવો વરસાદ પડી શકે છે. તેમજ આજરોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની આગાહી, 31 જુલાઈથી આ વિસ્તારોમાં થશે…"

Leave a comment

Your email address will not be published.


*