સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. ત્યારે હવે અનેક રાજ્યમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઘટતી રહે છે અને રાજ્ય સરકાર દ્વારા અનલૉકની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ દેશમાં કેરળ રાજ્યમાં સતત કોરોના ના કેસ વધી રહ્યા છે.
સતત કેસ વધવાના કારણે કેરળ રાજ્યમાં ફરી એક વખત પ્રતિબંધો વધારી દીધા છે. કેરળ રાજ્ય સરકાર દ્વારા આ વિકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન નું એલાન કર્યું છે. કેરળમાં સતત કોરોના ના કેસ વધી રહ્યા છે તેવામાં 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.
દેશમાં અત્યારે કોરોનાની મહામારી માં સૌથી ખરાબ સ્થિતિ કેરળની છે. દેશમાં નવા કેસની સંખ્યામાં 50 ટકા કેસ કેરળ રાજ્યના છે. કેરળમાં બુધવારના રોજ કોરોના ના નવા 22056 કેસ નોંધાયા હતા.
બુધવારના રોજ કેરળમાં 131 લોકોના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં કેરળમાં કોરોના થી 16457 લોકોના મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં 17761 લોકો કોરોના સંક્રમણ માંથી સાજા થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કોરોના માંથી રિકવરી મળતા દર્દીઓની સંખ્યા નો આંકડો 3160804 પહોંચી ગયો છે. કેરળમાં સંક્રમણનો દર 11.2 ટકા નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 26733694 સેમ્પલની તપાસ કરાઇ છે. રાજ્યમાં હાલમાં સારવાર હેઠળ 149534 દર્દીઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!