અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશવા ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત.

Published on: 9:18 pm, Sat, 27 March 21

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. દરરોજ રાજ્યમાં કોરોના ના કેસ નો રેકોર્ડ બની રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 2190 કેસ નોંધાયા હતા જ્યારે સૌથી ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજાર ને પાર પહોંચ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા હવે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે હવે RTPCR રિપોર્ટ ફરજિયાત પણે કરવો પડશે.

અન્ય કોઈપણ રાજ્યમાંથી ગુજરાતમાં આવતા પહેલા તમારે આરટીપીસીઆર ટેસ્ટ કરવો પડશે અને રિપોર્ટ બતાવો પડશે.રાજ્યમાં શુક્રવારે કોરોના સંક્રમણ થી 6 લોકોના મૃત્યુ થયા હતા.

અને 1422 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી હતી.રાજ્યમાં કોરોના સંક્રમણ થી ફૂલ મૃત્યુઆંક 4479 પર પહોચ્યો છે.રાજ્યમાં અત્યાર સુધી 2,96,320 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

જેમાંથી 2,81,707 લોકો કોરોના ને મહાત આપી ચૂક્યા છે અને હાલ 10134 એક્ટિવ કેસ છે જેમાંથી 83 લોકો વેન્ટીલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.

વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજરોજ ફૂલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે અને આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશવા ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*