મિત્રો સાથે ફરવા ગયેલા દીકરા સાથે પિતાએ વિડીયો કોલમાં વાત કરી અને કલાક પછી દીકરાના મૃત્યુના સમાચાર આવ્યા, માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો – જાણો એવું તો શું થયું હશે…

Published on: 10:25 am, Sat, 1 October 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. તમે ઘણી બધી ભૂસ્ખલનની ઘટનાઓ સાંભળી હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઉત્તરાખંડ ફરવા ગયેલા એક યુવકનું ભૂસ્ખલનના કારણે મૃત્યુ થયું હતું. ઉત્તરાખંડમાં અવારનવાર ભૂસ્ખલનની ઘટનાઓ બનતી જ રહે છે.

23 વર્ષીય આયુષ કોઠારી નામનો યુવક પોતાના મિત્રો સાથે ઉત્તરાખંડ ફરવા ગયો હતો. ત્યાં અચાનક જ ભૂસ્ખલન થતા આયુષનું આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું. આયુષ કોઠારી આસપૂરનો રહેવાસી હતો. તેના મિત્રો ઉદયપુરનો રહેવાસી હતા.

મળતી માહિતી અનુસાર આયુષ કોઠારી 26 સપ્ટેમ્બરના રોજ ઉદયપુર જવા માટે નીકળ્યો હતો. જ્યાંથી તે પોતાના ત્રણ મિત્રો સાથે ફરવા જોવાનો હતો. ત્યારબાદ 29 સપ્ટેમ્બર ના રોજ ચારેય મિત્રોએ દેહરાદુનથી બે બાઈક ભાડે લીધી અને ફરવા માટે નીકળ્યા હતા.

ત્યારે દેહરાદુનથી લગભગ 500 કિલોમીટર દૂર સાંજે 7.30 વાગ્યાની આસપાસ આયુષ કોઠારી ભૂસ્ખલનનો ભોગ બન્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આયુષના મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટના અંગે ત્રણ મિત્રોએ આયુષના પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારના સભ્યો દેહરાદુન પહોંચી આવ્યા હતા. આયુષના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આજરોજ સાંજ સુધીમાં આયુષનું મૃતદેહ આસપુર પહોંચી જશે તેવી શક્યતાઓ છે.

ઘટના બની તેના એક કલાક પહેલા એટલે કે 6:30 વાગ્યાની આસપાસ આયુ છે પોતાના પિતા અને પરિવારના સભ્યો સાથે વીડિયો કોલ પર વાત કરી હતી, પરંતુ એક કલાક પછી દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો આયુષ માતા પિતાનો એકનો એક દીકરો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો સાથે ફરવા ગયેલા દીકરા સાથે પિતાએ વિડીયો કોલમાં વાત કરી અને કલાક પછી દીકરાના મૃત્યુના સમાચાર આવ્યા, માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો – જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*