સ્કૂલ બસમાંથી નીચે ઉતરતા જ 6 વર્ષની બાળકીને પીકઅપ ચાલકે કચડી નાખી, ભાઈની નજર સામે બહેનનું દર્દનાક મૃત્યુ… 6 વર્ષની દીકરીની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું..!

Published on: 8:04 pm, Fri, 30 September 22

દેશમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ અકસ્માતની ઘટનાઓમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેના કારણે ઘણા હસતા ખેલતા પરિવાર વિખરાઈ જાય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 5 વર્ષની માસુમ બાળકીને એક ઝડપી પિકઅપે જોરદાર ટક્કર લગાવી હતી.

બાળકી જ્યારે સ્કૂલ બસમાંથી નીચે ઉતરતી હતી, ત્યારે પીકઅપ ચાલકે બાળકીને જ પેટમાં લીધી હતી. આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ગુરુવારના રોજ સાંજના સમયે 4 વાગ્યાની આસપાસ જયપુર જિલ્લાના કોટીપુતલીમાં બની હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં માસુમ બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલી બાળકીનો આઠ વર્ષનો ભાઈ પણ બસમાંથી ઉતરી રહ્યો હતો. આ ઘટનામાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ સ્કૂલ મેનેજમેન્ટ પર બેદરકારી નો આરોપ લગાવ્યો છે.

પરિવારના લોકોનું કહેવું છે કે બસના ડ્રાઇવર આગળ પાછળ જોયા વગર રસ્તા પર બસ રોકી દીધી અને બાળકો નીચે ઉતરી રહ્યા હતા જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. મૃત્યુ પામેલી બાળકીનું નામ ઇશિકા હતું. તે તુલસીપુરની જ્યોતિ પબલિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બાળકીની સાથે તેનો ભાઈ પણ તે જ સ્કૂલમાં ભણતો હતો.

ગુરૂવારના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ સ્કૂલ બસ આ બંને ભાઈ બહેનને મુકવા આવે છે. સ્કૂલ બસ ઘરની સામે ઉભી રહે છે. આ દરમિયાન ઇશિકા બસમાંથી જેવી નીચે ઉતરે છે એવા એક પુરપાટ ઝડપે આવતા પિકઅપે ઇશિકાને કચડી નાખે છે. અકસ્માતની ઘટના બની આબાદ પીકઅપ ચાલકે ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે પીકઅપ એક થાંભલા સાથે અથડાયું હતું. ત્યારબાદ પીકપઅ ચાલક ઘટના સ્થળે પીકપઅ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દીધી. દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ થવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્કૂલ બસમાંથી નીચે ઉતરતા જ 6 વર્ષની બાળકીને પીકઅપ ચાલકે કચડી નાખી, ભાઈની નજર સામે બહેનનું દર્દનાક મૃત્યુ… 6 વર્ષની દીકરીની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું..!"

Leave a comment

Your email address will not be published.


*