કુતરાના રામ રમી ગયા…! જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આરામથી કુતરા સાથે દીપડાએ કર્યું એવું કે – જુઓ લાઈવ શિકારનો વિડીયો

Published on: 6:34 pm, Fri, 8 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર પ્રાણીઓના શિકારના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલા તેવા એક શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જુનાગઢથી સામે આવી રહ્યો છે. જૂનાગઢમાં દિપડાએ રાત્રિના સમયે એક કૂતરાનો શિકાર કર્યો હતો.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના જૂનાગઢમાં આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બનેલી હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના બનતા જ લોકોમાં ભાઈનો માહોલ છવાઈ ગયો હતો.

જુનાગઢ મહાનગર ગીર જંગલની નજીકમાં વેસલું હોવાથી છાશવારે સિંહ, દીપડા સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને એક વખત માનવ વસ્તી તરફ આવી જતા હોય છે. આ ઉપરાંત અનેક વખત માનવ વસ્તીમાં આટાફેરા કરતા નજરે જોવા મળતા હોય છે. ત્યારે એક દીપડો જુનાગઢ શહેરના બિલખા રોડ ઉપર ચડી આવ્યો હતો.

અહીં તેને આરામથી સુતેલા એક કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ શિકારની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જુનાગઢના ભીખલા રોડ ઉપર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર આસપાસ છાશવારે અનેક વન્ય પ્રાણીઓ ચડી આવતા જોવા મળે છે.

ત્યારે એક દિવસ મોડી રાત્રે એક દીપડો પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ખુશી આવ્યો હતો. આ દરમિયાન ટ્રેનિંગ સેન્ટરમાં એક કૂતરો આરામથી સુઈ રહ્યો હતો. દીપડાની નજર કુતરા ઉપર પડે છે અને દીપડો કુતરાને પોતાનો શિકાર બનાવી લે છે. શિકારની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કુતરાના રામ રમી ગયા…! જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આરામથી કુતરા સાથે દીપડાએ કર્યું એવું કે – જુઓ લાઈવ શિકારનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*