સુરત : મિત્રએ મજાક મજાકમાં આ યુવકના પાછળના ભાગે એર કોમ્પ્રેસરની પાઇપની હવા ભરાવી દીધી, યુવકનો તડપી તડપીને મોત…જાણો વિગતવાર…

Published on: 6:55 pm, Mon, 12 December 22

મિત્રો હાલમાં બનેલી એક વિચિત્ર અને ચોકાવનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રમાં રહેતા બે મિત્રો કંપનીમાં જમ્યા બાદ મસ્તી કરી રહ્યા હતા. મસ્તી કરતા કરતા એક મિત્રએ બીજા મિત્રના શરીરના પાછળના ભાગમાં એર કોમ્પ્રેસરની પાઈફ નાખી દીધી હતી. જેના કારણે તે યુવકના પેટમાં હવા ભરાઈ ગઈ અને તે ત્યાં જ બેભાન થઈને પડી ગયો હતો.

સમગ્ર ઘટના બની આવા બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે યુવકનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક ઉમરા પોલીસે યુવકના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ તૃષાર સદાશિવ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. તે મહારાષ્ટ્રના સાકી તાલુકામાં આવેલા સડવેલ ગામમાં રહેતો હતો અને નિકુબ સ્થાનિક વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. 9 ડિસેમ્બર ના રોજ તુષાર બપોરે ગામ કર્યા બાદ પોતાના મિત્ર હર્ષદ સાથે જમવા માટે ગયો હતો.

જમ્યા બાદ બંને મિત્રો નવરા હતા તેથી બંને એકબીજા સાથે મસ્તી કરવાનું શરૂ કરે છે. મસ્તી મસ્તીમાં હર્ષદ ત્યાં પડેલી એર કોમ્પ્રેસરની પાઇપ તુષારના શરીરના પાછળના ભાગમાં ઘુસાવી દે છે. જેના કારણે તુષારના પેટમાં ખૂબ જ હવા ભરાઈ ગઈ અને તેના આતરડા ફાટી ગયા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ તુષાર ને એક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ગયા શનિવારના રોજ મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું.

તુષારના મૃત્યુના સમાચાર મળતા જ ઉમરા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે આતરડા ફાટી જવાના કારણે તુષારનું મૃત્યુ થયું છે. તૃષારના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તુષારના પિતા ખેતી કામ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત : મિત્રએ મજાક મજાકમાં આ યુવકના પાછળના ભાગે એર કોમ્પ્રેસરની પાઇપની હવા ભરાવી દીધી, યુવકનો તડપી તડપીને મોત…જાણો વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*