માતાની નજર સામે દીકરાનું રીબાઈ રીબાઈને મોત..! પાટણમાં પ્રેમપ્રકરણમાં જાહેરમાં યુવતીના ભાઈ પ્રેમીનો જીવ લઈ લીધો…જુઓ ઘટનાનો કાળજું કંપાવી દેતો વિડિયો…

Published on: 6:18 pm, Mon, 15 May 23

પાટણમાં(Patan) બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. પાટણમાં પ્રેમ પ્રકરણમાં(love chapter) એક યુવકનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઘટનાના બે દિવસ પહેલા 15 જણાની ટોળકી યુવકના ઘરે જઈને માતાને ઉપાડી જવાની ધમકી આપી હતી. ત્યારે ગઈકાલે રાત્રે મૃત્યુ પામેલા યુવક “મમ્મી હું મિત્ર જોડે જવું છું, 10 મિનિટમાં આવી જઈશ” તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં યુવક ઉપર આરોપીએ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો. ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો પાટણ શહેરના પીપળાશેર ઠાકોરવાસમાં રહેતો રાહુલ ઠાકોર રવિવારના રોજ સાંજના સમયે પોતાના મિત્રો સાથે શહેરના કનસડા દરવાજા નજીક આવેલી લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો,

ત્યારે પ્રેમ સંબંધની અદાવત રાખી એકટીવા પર આવેલ યુવતીના ભાઈ વિષ્ણુએ અચાનક જ રાહુલની જાતિના ભાગ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. ત્યારબાદ ઝપાઝપી થઈ હતી આ દરમિયાન રાહુલ ત્યાંથી બચીને રતનપોળ બાજુ ભાગ્યો હતો. આ દરમિયાન આરોપીએ તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન રાહુલ ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો.

ત્યારે આસપાસના લોકોએ હોબાળો કર્યો હતો જેના કારણે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર પછી રાહુલની માતાએ અને તેના મિત્રોએ રાહુલને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પ્રેમપ્રકરણમાં યુવતીના ભાઈએ ઉસકેરાઈને રાહુલનો જીવ લઈ લીધો છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાને લઈને બે આરોપીઓને પણ પકડી પાડ્યા છે રાહુલની માતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મારો છોકરો તો ઘરે ઊંઘતો હતો ત્યારે તેનો એક મિત્ર આવ્યો અને તેને બહાર લઈ ગયો. મેં ના પાડી તો મને કહે હું 10 મિનિટમાં આવું છું. ત્યારે થોડીક વાર પછી મને જાણ થઈ કે રાહુલ ઉપર કોઈકે ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા છે.

હું ત્યાં પહોંચી તો મારો દીકરો જમીન પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો અને મને કહેતો હતો કે મા મને છાતીમાં દુખે છે. હવે હું મારા છોકરા વગર કેવી રીતે જીવીશ. તેના પપ્પા પણ દોઢ વર્ષ પહેલા મરી ગયા હતા. ઘરમાં કમાણી નો એક જ આધાર હતો તે પણ હવે નથી રહ્યો. હવે હું કોના આધારે જીવીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાની નજર સામે દીકરાનું રીબાઈ રીબાઈને મોત..! પાટણમાં પ્રેમપ્રકરણમાં જાહેરમાં યુવતીના ભાઈ પ્રેમીનો જીવ લઈ લીધો…જુઓ ઘટનાનો કાળજું કંપાવી દેતો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*