નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલા બે ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે, બંનેના એકસાથે દર્દનાક મોત…વાતાવરણ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો…

Published on: 10:21 am, Sun, 13 November 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં નદી અથવા તો કેનાલમાં ન્હાતી વખતે અથવા તો કોઈ અન્ય કારણોસર કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાધનપુર નર્મદા બ્રાન્ચ કેનાલમાં ડૂબી જવાના કારણે બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે.

પિતરાઈ ભાઈઓના મોત થતા તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ભાઈ ડૂબવા લાગ્યો. ત્યારે બીજો ભાઈ તેને બચાવવા માટે ગયો હતો અને ત્યારે તે પણ કેનાલમાં ડૂબી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો રાધનપુરની અરજણસાર નર્સરીમાં મજૂરી કામ પર ગયેલા ચલવાળા ગામના પિતરાઈ ભાઈઓ કેનાલમાં પાણી ભરવા માટે ગયા હતા.

પાણી ભરતી વખતે એક ભાઈ કેનાલમાં પડી ગયો હતો. જેથી તેને બચાવવા માટે બીજો ભાઈ પણ કેનાલમાં કૂદે છે. આ ઘટનામાં કેનાલમાં ડૂબી જવાના કારણે બંને ભાઈઓના મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 20 વર્ષીય કિરણભાઈ ભગાભાઈ ઠાકોર અને 18 વર્ષીય સંજયભાઈ વીરચંદભાઈ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

બંને ભાઈઓ સુલતાનપુરથી કોડની નર્મદા કેનાલમાં પાણી ભરવા માટે ગયા હતા. ત્યારે પગ લપસી જતા એક ભાઈ અચાનક જ પડ્યો હતો. તેને બચાવવા માટે બીજો ભાઈ પણ કેનાલમાં કુદી પડે છે. પરંતુ ઊંડા પાણીમાં બંને ભાઈઓ ડૂબી ગયા હતા અને બંનેના એક સાથે મોત થયા હતા.

અકસ્માત ની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર લગભગ બે કલાકની ભારે જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓના મૃતદેહને રાંધનપુર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત બંનેના ગામના લોકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલા બે ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે, બંનેના એકસાથે દર્દનાક મોત…વાતાવરણ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*