ઘરની પાસે રમી રહેલા અઢી વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું તડપી તડપીને મોત… જાણો એવું તો શું થયું હશે…

Published on: 4:17 pm, Thu, 13 July 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં આજરોજ સવારે એક અઢી વર્ષના બાળક સાથે કંઈક એવી ઘટના બની કે બાળકનું તડપી તડપીને મોત થયું છે. માત્ર અઢી વર્ષના દીકરાનું મોત તથા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલો બાળક RPF ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સંગીતા કુમારીનો દીકરો હતો.

આજરોજ વહેલી સવારે રેલ્વે કોલોનીમાં આવેલા ક્વાર્ટરની સામેની ગટરમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બિહારના સમસ્તીપૂરમાંથી સામે આવી રહી છે. અહીં સંગીતા કુમારીનો અઢી વર્ષનો દીકરો અથર્વ આજ રોજ સવારે ક્વાર્ટરની સામે રમી રહ્યો હતો.

પરિવારના સભ્યો પણ આસપાસ હતા. આ દરમિયાન રમતા રમતા દીકરો નાળામાં પડી ગયો હતો. પરંતુ આ વાતની જાણ આસપાસ બેઠેલા લોકોને અથવા તો તેમના પરિવારજનોને થઈ ન હતી. થોડીક વાર પછી અથર્વ દેખાયો નહીં એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન અથર્વ ગટરમાં પડી ગયો છે તેવી જાણ પરિવારના સભ્યોને થઈ હતી.

વાતની જાણ થતા જ પરિવારના સભ્યો અથર્વ પાસે પહોંચી ગયા હતા, તેને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પછી વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો પોતાના દીકરાને લઈને અન્ય હોસ્પિટલમાં પણ ગયા હતા.

પરંતુ ત્યાં હાજર ડોક્ટરે પણ અથર્વને મૃત જાહેર કર્યો હતો. દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ RPFના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની પાસે રમી રહેલા અઢી વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું તડપી તડપીને મોત… જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*