અરે બાપ રે…! માત્ર 500 રૂપિયા માટે 4 મિત્રોએ મળીને બાળપણના મિત્રનો જીવ લઈ લીધો…જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 3:43 pm, Thu, 13 July 23

દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં સાવ નાની એવી વાતમાં લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માત્ર 500 રૂપિયા માટે 4 મિત્રોએ મળીને પોતાના બાળપણના મિત્રનો જીવ લઈ લીધો છે.

મળતી માહિતી અનુસાર મૃતક યુવકે લુડો ગેમમાં 500 રૂપિયા ગુમાવ્યા હતા. ત્યાર પછી 500 રૂપિયાને લઈને મિત્રો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પછી મિત્રોએ મળીને તેનો ફોન પણ આચકી લીધો હતો. ત્યાર પછી ફોન આપવાના બહાને મિત્રોએ મળીને યુવકને પોતાની પાસે બોલાવ્યો હતો.

ત્યારબાદ બધાએ મળીને ધારદાર વસ્તુ વડે યુવક ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સંબંધીઓનું કેવું છે કે દીકરાએ તેમના મિત્રોને 500 રૂપિયા આપી દીધા હતા, છતાં પણ તેમને આવું કર્યું. ઘટનાને લઈને વિગતવાર વાત કર્યા તો આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ સુભાષ હતું.

આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના રવિવારના રોજ રાત્રિના સમયે બની હતી. બુધવારના રોજ પોલીસે આ મામલે ખુલાસો કર્યો હતો અને ઘટનાના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો સુભાષ થોડા દિવસો પહેલા જ બિહાર આવ્યો હતો.

ગત શુક્રવારના રોજ તે પોતાના બાળપણના મિત્રો સાથે લુડો રમી રહ્યો હતો. લુડો રમતી વખતે સુભાષિત 500 રૂપિયા લગાવ્યા હતા. આ 500 રૂપિયાને લઈને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સુભાષ 500 રૂપિયા હારી ગયો એટલે તેના મિત્રોએ તેની પાસેથી તેનો મોબાઇલ લઈ લીધો હતો. ત્યારબાદ રવિવારના રોજ સાંજના સમયે મિત્રોએ મળીને સુભાષને ફોન આપવા માટે બોલાવ્યો હતો.

ત્યાર પછી નશાની હાલતમાં ચારે મિત્રોએ મળીને સુભાષ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાના ત્રણ આરોપીઓ પકડાઈ ગયા છે અને હજુ એક આરોપીની શોધખોળ ચાલુ છે. માત્ર 24 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે…! માત્ર 500 રૂપિયા માટે 4 મિત્રોએ મળીને બાળપણના મિત્રનો જીવ લઈ લીધો…જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*