વિંછીયાના હિંગોળગઢ નજીક બાઈક અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 1 વ્યક્તિનુ મૃત્યુ…

Published on: 10:05 am, Fri, 21 January 22

વિંછીયા તાલુકાના હિંગોળગઢ નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોમાંથી એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હિંગળગઢ ગામ નજીક આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે બાઈક અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઈક પર સવાર એક યુવાનનું મૃત્યુ થયું હતું અને બે યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમને કરી હતી.

ઈજાગ્રસ્ત બંને યુવાનોની 108ની મદદથી વિંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બન્યા બાદ પીકઅપ વાન ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

વિંછીયાના જનડા ગામે રહેતું રાહુલ હરજીભાઈ બાવળીયા, પોતાની GJ 03 KM 7785 નંબરની બાઈક લઈને પોતાના બે મિત્રો સાથે ત્રિપલ સવારીમાં હિંગોળગઢ થી વિંછીયા તરફ જઈ રહ્યા હતા.

ત્યારે હિંગોળગઢ ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે GJ 03 AW 6416 નંબરના બેકાબૂ પીકઅપ ચાલકે રાહુલની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં રાહુલ, રણજીત અને વિકાસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતમાં રણજીતના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત રાહુલ અને વિકાસને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વિછીયા સરકારી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા તો રણજીતનું મૃત્યુ થઈ ગયું હતું. અન્ય બે મિત્ર રાહુલ અને વિકાસને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિંછીયાના હિંગોળગઢ નજીક બાઈક અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 1 વ્યક્તિનુ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*