વેક્સિન ને લઈને કેજરીવાલે કહ્યું કે હજુ અમારી પાસે નથી પહોંચી વેક્સિન, કેજરીવાલે કરી લોકોને આ અપીલ.

148

દેશમાં મહામારીનો કહેર આજે પણ યથાવત છે. વેકસીનેશન પર દેશના મોટાભાગના રાજ્યો ભાર આપી રહ્યા છે. સવાલો ઉભા થયા છે કે શું દેશના દરેક રાજ્યના લોકોને વેક્સિન આપી શકાય તેટલી માત્રામાં તે ઉપલબ્ધ છે ખરા ? મુખ્યમંત્રી કેજરીવાલના આ નિવેદન બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આપણે જણાવી દઈએ કે કોરોના ને રોકવા માટે રસીકરણના આગામી તબક્કાની શરૂઆત 1 મે થી થવાની છે. આમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઘણા લોકોએ દિલ્હીમાં રસી માટે નોંધણી કરાવી છે પરંતુ હજુ સુધી અમારા સુધી રસી પહોંચી નથી. આશા છે કે, રસી આવતી કાલે અથવા બીજા દિવસે આવશે.

કોવિશિલ્ડ રસી પ્રથમ આવી રહી છે તેમને લોકોને અપીલ કરી કે 1મે થી રસી માટે લાઇનમાં ન ઊભા રહે.દિલ્હીને રસિ પુરવઠો મળશે ત્યારે લોકોને તેના વિશે માહિતી આપવામાં આવશે.

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્હી સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને 67-67 લાખ રસી નો ઓર્ડર આપ્યો છે અને આજથી ત્રણ મહિનામાં આપવાનું કહેવામાં આવ્યું છે.

તેઓએ કહ્યું કે જો રસી પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવે તો આગામી ત્રણ મહિનામાં દરેકને રસી આપવામાં આવશે. એમને કહ્યું કે દરેકને રસી લેવી જોઈએ અને રસી સંપૂર્ણ સલામત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!