સોનાના ભાવમાં થયો ઘટાડો, ખરીદી નો પ્લાન છે તો જાણો આજનો નવો ભાવ.

Published on: 3:41 pm, Fri, 30 April 21

સોના અને ચાંદીના ભાવ માં આજે ફરી ઘટાડો આવ્યો છે. જો તમે લગ્ન માટે સોનું ખરીદવાના પ્લાન કરી રહ્યા છો તો આ સારો સમય છે. સોનુ ખરીદવા માટે આજે ફરી એકવાર સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સરાફા બજારમાં આજના સોનાના ભાવ માં 2 દિવસના વધારા બાદ ફરીથી ઘટાડો આવ્યો છે.

જો તમે પણ લગ્નને માટે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સારો પ્લાન છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ફરીથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આ સિવાય ચાંદી પણ સસ્તી થઇ છે.

એમસીએક્સ પર સોના વાયદા 0.5 ટકા ઘટીને 46704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી નો ભાવ 0.24 ટકા ઘટીને 68470 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.

જોવામાં આવે તો સોનાની કિંમત રેકોર્ડ લેવાતી અત્યાર સુધી 10000 રૂપિયા ઘટી છે. દિલ્હી સરાફા બજારમાં ગુરુવારે સોનાના ભાવ 61 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયા છે.

સરાફા બજારમાં શુક્રવારે ગોલ્ડનો ભાવ 0.5 ટકા ઘટીને 46704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે.આ ભાવ પણ 8 મહિનાના નીચા સ્તર નું છે.

દિલ્હી સરાફા બજાર માં કાલે સોનાના ભાવ મા વધારો થયો છે.ગુરુવારે ગોલ્ડ નો ભાવ 0.4 ટકા વધીને 47265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં થયો ઘટાડો, ખરીદી નો પ્લાન છે તો જાણો આજનો નવો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*