દેશના ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,દેશના ખેડૂતોને મળશે આ લાભ

Published on: 11:12 am, Tue, 28 September 21

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતલક્ષી મોટી જાહેરાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા દેશને પાકની 35 નવી જાતો સમર્પિત કરશે.આબોહવા ફેરફાર અને કુપોષણની સમસ્યા નો ઉકેલ લાવવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પાકની 35 નવી વેરાયટી વિકસિત કરવામાં આવી છે.

પાકની આ નવી વેરાયટી ક્લાઇમેન્ટ ની સામે ટક્કર અને ઉચ્ચ પોષણક્ષણ ગુણોથી સજ્જ છે.35 પાકની જાત વિશેષ ગુણધર્મો અને આબોહવા સામે ટક્કર ઝીલી શકે તેવી છે.પ્રધાનમંત્રી મોદી દેશને પાકની જે નવી 35 જાત આપવાના છે તે ગમે તેવા પ્રતિકૂળ હવામાનમાં પણ ટક્કર ઝીલી શકવા સક્ષમ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ ICAR સંસ્થાઓમાં આયોજિત પાન ઇન્ડિયા કાર્યક્રમમાં આજરોજ ખાસ લક્ષણો ધરાવતી 35 જાતો રાષ્ટ્રને સમર્પિત છે.હાલમાં આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોટિક સ્ટેસ ટોલરન્સ રાયપુર નું નવનિર્મિત કેમ્પસ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ એવોર્ડનું વિતરણ કરશે તેમજ નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરતા ખેડૂતો સાથે વાતચીત કરશે અને સભાને સંબોધશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!