2022 ની ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડું,1500 થી વધુ કાર્યકર્તાઓ જોડાયા આપમાં

Published on: 12:09 pm, Tue, 28 September 21

એક બાજુ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી જોરદાર તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય માં વિધાનસભાની ચૂંટણી પહેલા ધીમે ધીમે પોતાની પકડ મજબૂત બનાવી રહી છે અને રાજ્યના પ્રતિષ્ઠિત લોકો તેમજ યુવાનો આ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આજરોજ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાતા ભારે રાજકીય ઊથલપાથલ જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર કુબેરનગર વિસ્તારમાં આવેલ એક પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ સોમાભાઇ ચૌધરી ના અથાગ પ્રયત્નથી અને પદાધિકારી જલાભાઈ ના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના 1500 થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે હું સોમાભાઈ અને એમના અથાગ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવું છું.

કુબેરનગર થી 1500 જેટલા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અમારી સાથે જોડાઈ જાય તેથી સ્પષ્ટ છે કે, એ વિસ્તારમાં કોઈ પ્રગતિ કે વિકાસ નું કામ આજ સુધી થયુ જ નથી.આવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના વિકાસ માટે સતત કાર્યરત રહેશે. નવા કાર્યકર્તાઓને અભિનંદન આપવા અમદાવાદ શહેરના પ્રમુખ જે. જે મેવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!