નવરાત્રીમાં ગરબા રમવા ને લઈને રાજકોટ જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ, જાણો કેટલા વાગ્યા સુધી ગરબા રમવાની આપવામાં આવી છુટ

Published on: 10:48 am, Tue, 28 September 21

રાજકોટ જિલ્લામાં નવરાત્રિ દરમિયાન રાત્રિના 12 કલાક સુધી શેરીગરબા સહિતની માર્ગદર્શિકા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.27 સપ્ટેમ્બર ગુજરાત સરકારના ગૃહવિભાગના 24/09/2021 ના જાહેરનામા ના કમાંક વી-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- B થી કેટલીક વધુ પ્રકારની છૂટછાટ આપવામાં આવેલ હોય

કેટલીક પ્રવૃત્તિ કરવા નિયંત્રણો મુકવામાં આવેલ હોય રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઇ કેટલાક નિયંત્રણ મૂકતું જાહેરનામું 24/09/2021 ના રોજ પ્રસિદ્ધ કરેલ છે.

જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા-સરઘસ, સંમેલન કેજે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજનો કરવા નહીં.આવા આયોજનોમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં.

કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ જાહેર સ્થળોએ – સરકારી કચેરીઓએ કે આસપાસ જાહેર રોડ રસ્તાઓ પર,શેરી બંધ ગલીઓમાં એવા કોઈપણ સ્થળોએ ધરણા આંદોલન કરવા નહિ.નવરાત્રી દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધી શેરી સોસાયટી કે ફ્લેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબા આયોજન કરવું

તેમજ દુર્ગાપૂજા,શરદ પૂર્ણિમા, દશેરાના તહેવાર ની ઉજવણી કરી શકાશે. ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિન બે ડોઝ લીધેલ હોવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવરાત્રીમાં ગરબા રમવા ને લઈને રાજકોટ જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ, જાણો કેટલા વાગ્યા સુધી ગરબા રમવાની આપવામાં આવી છુટ"

Leave a comment

Your email address will not be published.


*