હરિદ્વાર અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 2:25 pm, Tue, 17 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના દિલ્હી-જયપુર હાઇવે પર મંગળવારના રોજ વહેલી સવારે બની હતી. અહીં મુસાફરોથી ભરેલી કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાય હતી. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે.

મૃત્યુ પામેલા લોકોમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં 10 થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસે મૃત્યુ પામેલા લોકોને મૃતદેહને કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના જયપુરના સામોદ ગામનું એક પરિવાર સોમવારના રોજ અસ્તિ વિસર્જન માટે હરિદ્વાર ગયું હતું.

મળતી માહિતી અનુસાર ક્રુઝર કારમાં પરિવાર અને સંબંધીઓ સહિત કુલ 17 લોકો સવાર હતા. મંગળવારના રોજ પરિવાર અને સંબંધીઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે દિલ્હી જયપુર હાઇવે પર લગભગ 6 વાગ્યાની આસપાસ પાર્ક કરેલા ટ્રક સાથે ક્રુઝર કાર અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ક્રુઝર કારનો આગળનો સંપૂર્ણ ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં 35 વર્ષીય ભાનુરામ, 33 વર્ષીય મહેન્દ્ર, 15 વર્ષીય આશિષ, 35 વર્ષીય સીમા દેવી અને 95 વર્ષીય ભોરી દેવીનું કરૂણ મૃત્યુ થયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી લઈને ફરાર થઈ ગયો હતો.

હાઈવે પર પસાર થતા લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. પાંચ લોકોના મૃત્યુ થતાં પરિવારજનો અને ગામમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હરિદ્વાર અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*