અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારની પાછળ કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 2:38 pm, Tue, 17 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કારની પાછળ કાર અથડાતા એક વ્યકિતનું કરૂણ મૃત્યુ નિપજયુ છે.

આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઈવે પર લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી ગામ નજીક આજરોજ સવારે એક અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર વડોદરા જતી બે કાર અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર GJ 18 BL 6001 નંબરની કાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે GJ 01 KY 2201 નંબરની પહેલી કારને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે 6001 નંબરની કારનો પાછળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અકસ્માતમાં બંને કારમાં ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમની આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ પોલીસે હાઇવે પર ટ્રાફિકજામ હળવું કર્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે મૃતકના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર કરમસદ હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારની પાછળ કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*