માત્ર 8 વર્ષના બાળકે 250 મીટર પહોળી યમુના નદી, 18 મિનિટમાં પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો, દેશભરમાં માતા-પિતાનું નામ રોશન કર્યું…

Published on: 5:23 pm, Mon, 27 June 22

તમે ઘણા નાના બાળકોના ટેલેન્ટ જોઈને ચોંકી ગયા હશો. ત્યારે આજે આપણે એક બાળકની વાત કરવાના છીએ. આ બાળકનો ટેલેન્ટ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આજે આપણે પ્રયાગરાજના રહેવાસી આઠ વર્ષીય શિવાંશે નામના ટેલેન્ટેડ બાળકની વાત કરવાના છીએ. આ બાળકે કરેલું કામ જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે, માત્ર 18 મિનિટમાં શિવાંશેએ 250 મીટર પહોળી યમુના નદી પાર કરી નાખી છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. થોડાક દિવસો પહેલા પ્રયાગરાજની આરાધ્યા શ્રીવાસ્તવે 22 મિનિટમાં યમના નદી પાર કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

ત્યારે હવે શિવાંશેએ માત્ર 18 મિનિટમાં 250 મીટર પહોળી યમુના નદી પાર કરીને તે રેકોર્ડ તોડી નાખ્યો છે. શિવાંશેનો ટેલેન્ટ જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને લોકો શિવાંશેના આ ટેલેન્ટની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

શિવાંશેની વાત કરીએ તો, આઠ વર્ષના શિવાંશ મોહિલે પોતાના કોચના માર્ગદર્શનની મદદથી તેણે સવારે છ વાગ્યાની આસપાસ મીરાપુર સિંધુ સાગર ઘાટ પાસેથી કરવાનું શરૂ કર્યું હતું. માત્ર 18 મિનિટમાં શિવાંશ યમુના નદીના બીજા સાથે પહોંચી ગયું હતું.

જ્યારે શિવાંશ યમુના નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેની સાથે પાંચ બોટ ફરી રહી હતી. શિવાંશે માત્ર 18 મિનિટમાં યમુના નદી પાર કરીને એક નવો રેકોર્ડ બનાવી નાખ્યો છે. તેના આઠ જબરદસ્ત ટેલેન્ટથી તેના માતા-પિતા ખુબ જ ખુશ થઇ ગયા છે.

શિવાંશ ધોરણ બેમાં અભ્યાસ કરે છે અને તે સાથ સાથ પ્રયાગરાજના નવજીવન સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગની ટ્રેનિંગ લે છે. હાલમાં શિવાંશેના આ રેકોર્ડિંગની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. લોકો તેના આ રેકોર્ડ ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. શિવાંશે નવો રેકોર્ડ બનાવીને પોતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો