લગ્નના એક વર્ષ બાદ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને 24 વર્ષના યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 11:36 am, Fri, 3 June 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જે ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરિયાણા પાણીપત જિલ્લામાં એક યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર યુવકે આ પગલું ભરી આ પહેલા એક ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું.

જેમાં યુવકે પોતાના મૃત્યુ પાછળ પોતાની પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા હતા. આ ઘટના બનતા જ ભારે અફડા-તફડી મચી ગઇ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે આરોપી પત્ની, સાસુ અને સસરા વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની પત્ની લગભગ સાત મહિનાની ગર્ભવતી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ અબ્દુલ બારીક હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. લગભગ એક વર્ષ પહેલા અબ્દુલ બારીકના લગ્ન શબાના નામની યુવતી સાથે થયા હતા.

બંનેના લગ્ન બાદ શબાના માતા-પિતાએ અબ્દુલ ઘર સરખી રીતે વસવા દીધું ન હતું. મળતી માહિતી અનુસાર શબાના માતા-પિતા લગ્ન બાદ મોટેભાગ શબાનાને પોતાના ઘરે રાખતા હતા. આટલું જ નહીં પરંતુ શબાનાએ પોલીસ સ્ટેશનમાં અબ્દુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત શબાનાના માતા-પિતા ઘણી વખત અબ્દુલની ધોલાઈ કરતા હતા. આ ત્રણેયના ત્રાસથી કંટાળીને અબ્દુલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઓડિયો રેકોર્ડિંગના આધારે શબાના અને તેના માતાપિતા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!