માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : વડોદરામાં 3 વર્ષની બાળકીનું પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 11:10 am, Fri, 3 June 22

વડોદરામાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના પાદરામાં એક 3 વર્ષની બાળકીનું પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયો છે. આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન બન્યો છે. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં માતમ છવાઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પાદરા ગાયત્રી મંદિર પાસે આવેલી કરિશ્મા સોસાયટીમાં રવિકુમાર સોલંકી નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે.

રવિકુમાર સોલંકીને ત્રણ વર્ષથી હેતાંશી નામની દીકરી હતી. હેતાંશી રમતી રમતી ઘરના અંદરની ભાગમાં આવેલા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. પાણીની ટાંકીમાં ડૂબી જવાના કારણે હેતાંશીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ હેતાંશીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ હેતાંશીના પરિવારના લોકોએ હેતાંશીને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હેતાંશી જ્યારે ઘરમાં રમતી હતી, ત્યારે ઘરના અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હતું. આ દરમિયાન હેતાંશી રમતી રમતી અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે પહોંચી ગઈ હતી. ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે હેતાંશી ટાંકીની અંદર પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. આ પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લુ રાખુને બાળક વાળા પરિવાર માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!