ગુનેગારોને પકડવા જતા પોલીસ કર્મચારીઓને રસ્તામાં નડયો અકસ્માત, ટ્રેલર સાથે કારની જોરદાર ટક્કર થતા 2 પોલીસ કર્મચારીઓ સહિત 3 લોકોના મોત…

Published on: 10:40 am, Sun, 29 January 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ સહિત 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત અન્ય બે પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર એક ખાનગી કારમાં 4 કોન્સ્ટેબલ ગુનેગારને પકડવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટના શનિવારના રોજ લગભગ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બની હતી. કાર ટ્રેલર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં કાર ડ્રાઇવર સહિત 5 લોકો સવાર હતા. આ ગંભીર અકસ્માતની ઘટના જોધપુરથી લગભગ 90 કિલોમીટર દૂર બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ તેજરામ, કોન્સ્ટેબલ મોહનલાલ અને અન્ય બે કોન્સ્ટેબલ ઓ શનિવારના રોજ સાંજે ગુનેગારને પકડવા માટે એક ખાનગી કાર લઈને નાગોર જઈ રહ્યા હતા.

આ દરમિયાન 38 વર્ષીય રાજુરામ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં સામેથી આવતા ટ્રેલરે કારને જોરદાર ટક્કર લગાવી હતી.. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ તેજરામ, મોહનલાલ અને કાર ડ્રાઇવર રાજીરામનું મૃત્યુ થયું હતું.

જ્યારે અન્ય બે પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીઓના બંને હાથ અને પગમાં ફેક્ચર આવ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુનેગારોને પકડવા જતા પોલીસ કર્મચારીઓને રસ્તામાં નડયો અકસ્માત, ટ્રેલર સાથે કારની જોરદાર ટક્કર થતા 2 પોલીસ કર્મચારીઓ સહિત 3 લોકોના મોત…"

Leave a comment

Your email address will not be published.


*