ચાલો જાણીએ માત્ર 10 ચોપડી ભણેલો ગામડાનો ખેડૂતનો દીકરો કેવી રીતે બન્યો “માયાભાઈ આહીર”, આજે એક ડાયરો કરવા માટે લે છે લાખો રૂપિયા ફી…

Published on: 6:56 pm, Sat, 28 January 23

મિત્રો તમે બધા ગુજરાતના જાણીતા એવા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરને તો જરૂર ઓળખતા હશો. લાખો ગુજરાતીઓને હસાવીને આજે માયાભાઈ આહીર ગુજરાતના એક ખૂબ જ મોટા લોકસાહિત્યકાર બની ગયા છે. માયાભાઈ આહીરના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ છે. ડાયરામાં માયાભાઈ આહીર હોય એટલે સમજવાનું તે પ્રોગ્રામ હીટ જ હોય. મિત્રો માયાભાઈ આહીરની આ સફળતા પાછળ ઘણો બધો સંઘર્ષ અને મહેનત છુપાયેલી છે. તો ચાલો આજે આપણે માયાભાઈ આહીર ના જીવનની કેટલીક વાતો કરીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે માયાભાઈ આહીર નો જન્મ 1972માં તળાજા તાલુકાના બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. માયાભાઈ આહીરના પિતાનું નામ વીરાભાઇ આહીર હતું અને લોકો તેમને ભગતના નામે પણ ઓળખતા હતા. માયાભાઈ આહીરના પિતાશ્રીને ધાર્મિક પુસ્તકો વાંચવાનો અને ધાર્મિક કાર્યક્રમ જોવાનો ખૂબ જ શોખ હતો. જેના કારણે નાની ઉંમરથી જ માયાભાઈ આહીરને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનો રસ જાગ્યો હતો. આજુબાજુના ગામમાં કોઈ પણ રામકથા કે ભાગવત કથા હોય તો માયાભાઈ આહીર તેમાં ખૂબ જ રસ લેતા હતા.

મિત્રો તમને જણાવી દે કે માયાભાઈ આહીરે પોતાનું ધોરણ 1 થી 4નું શિક્ષણ કુંડવીમાં લીધું હતું. તેમને પોતાની સ્કૂલે જવા માટે દોઢ કિલોમીટર ચાલીને જવું પડતું હતું. માયાભાઈ આહીર ધોરણ 5 થી 9 સુધીનું શિક્ષણ બાજુમાં આવેલા ગામમાં લીધું હતું. પછી ધોરણ 10 સુધીનો અભ્યાસ કરવા માટે તેઓ ભાવનગર ગયા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે માયાભાઈ આહીર જ્યારે સ્કૂલે ભણવા જતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને સાથે પોતાના પિતાને ખેતી કામમાં પણ મદદ કરતા હતા. આ દરમિયાન માયાભાઈ આહીર ગીતો ગાતા અને એક અલગ મોજમાં જ રહેતા. મિત્રો તમને જણાવી દે કે જ્યારે માયાભાઈ આહીર ધોરણ ચારમાં હતા ત્યારે તેમની ઉંમર 9 વર્ષની હતી અને નવ વર્ષની ઉંમરે તેમને એક કાર્યક્રમમાં “જૂનું તે થયું રે દેવળ મારું” ભજન જાહેરમાં ગાયું હતું. બધાને માયાભાઈ આહીર ગાયેલું આ ભજન ખૂબ જ પસંદ આવ્યું હતું.

વર્ષ 1990થી 1997 સુધી માયાભાઈ આહીર ટ્રેક્ટર ચલાવતા હતા. માયાભાઈ આહીરના આજુબાજુના ગામમાં જ્યારે પણ કોઈ લોક સાહિત્ય કાર્યક્રમ થાય ત્યારે સ્ટેજની તમામ જવાબદારીઓ માયાભાઈ આહીરને સોંપવામાં આવતી હતી. કાર્યક્રમ દરમિયાન ગામના લોકો અને કલાકારો પણ માયાભાઈ આહીરને સ્ટેજ પર બોલાવીને પરફોર્મન્સ કરાવતા હતા. લોકોને માયાભાઈ આહીર ખૂબ જ પસંદ હતા.

મિત્રો જ્યારે મોરારીબાપુની 600મી રામકથા થઈ હતી. ત્યારે 19 કલાકારોની હાજરીમાં માયાભાઈ આહીર જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. માયાભાઈ આહીરને પરફોર્મન્સ આપવા માટે માત્ર પાંચ મિનિટ આપવામાં આવી હતી. પરંતુ 45 મિનિટ સુધી તેમને પોતાનું પર્ફોમન્સ આપ્યું અને લોકોનું દિલ જીતી લીધું. અહીંથી માયાભાઈ આહીર નો આત્મવિશ્વાસ વધ્યો હતો. માયાભાઈ આહીર ડાયરા અથવા તો કાર્યક્રમમાં ગીત ગાવા ઉપરાંત હાસ્ય પણ કરાવતા હતા.

માયાભાઈ આહીરના જોક્સ લોકોને ખૂબ જ પસંદ આવતા હતા. ધીમે ધીમે માયાભાઈ આહીરને સફળતા મળતી ગઈ અને તેઓ એક હાસ્ય કલાકાર તરીકે પણ જાણીતા બની ગયા. મળતી માહિતી અનુસાર માયાભાઈ આહિરે અત્યાર સુધીમાં સાત હજારથી પણ વધારે કાર્યક્રમો કર્યા હશે. એક સમયે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા માયાભાઈ આહીર આજે એક કાર્યક્રમના લાખો રૂપિયા ફી લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલો જાણીએ માત્ર 10 ચોપડી ભણેલો ગામડાનો ખેડૂતનો દીકરો કેવી રીતે બન્યો “માયાભાઈ આહીર”, આજે એક ડાયરો કરવા માટે લે છે લાખો રૂપિયા ફી…"

Leave a comment

Your email address will not be published.


*