સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતી રાખી સાવંત પર હાલમાં દુઃખનો બહાર તૂટી પડ્યો છે. રાખી સાવંતની માતાનું ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું છે. માતાનું મૃત્યુ થતા જ રાખી સાવંત સાવ પડી ભાંગી છે. રાખી સાવંત ની માતા લાંબા સમયથી બીમાર હતી અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
મળતી માહિતી અનુસાર રાખી સાવંતની માતાનું બ્રેઈન ટ્યુમર અને કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે નિધન થયું છે. માતાના મૃત્યુ બાદ આખી સાવંત ની હાલત પણ ખૂબ જ ખરાબ છે. રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની માતા સાથેની અંતિમ પળનો એક વીડિયો શેર કર્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે રાખી સાવંત હોસ્પિટલમાં જમીન પર બેસીને રડતી જોવા મળી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 28 જાન્યુઆરીના રોજ રાત્રે હોસ્પિટલમાં રાખી સાવંતની માતાએ અંતિમ શ્વાસ લીધો હતો. માતાનું મૃત્યુ થતા જ રાખી સાવંતને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે.
રાખી સાવંતે વિડિયો શેર કરતા કહ્યું હતું કે, “આજે મારી માતાનો હાથ મારા ઉપરથી ઉઠી ગયો છે… હવે મારી પાસે ગુમાવવા જેવું કાંઈ બચ્યું જ નથી. હવે મને સંભાળશે કોણ મને ગળે કોણ લગાડશે… હવે મારે શું કરવું… આઈ મિસ યુ મા…”
View this post on Instagram
મિત્રો તમને જણાવી દઈએ કે રાખી સાવંતની માતાને સૌ પ્રથમ કેન્સર હતું અને હવે થોડાક સમય પહેલા તેમની માતાને બ્રેઇન ટ્યુમર થયું હતું. જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી રાખી સાવંતની માતા હોસ્પિટલમાં દાખલ હતી અને તેની સારવાર ચાલુ હતી. બીમારી સામે લડતા લડતા ગઈકાલે રાખી સાવંતની માતાએ દુનિયાને અલવિદા કીધી હતી.
View this post on Instagram
રાખી સાવંતની માતાના મૃત્યુ બાદ રાખી સાવંત ની હાલત જોઈને તેમના સેકડો ચાહકો ભાવુક થઈ ગયા હતા અને ઘણા લોકો તો રડવા લાગ્યા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાખી સાવંતે સાડી પહેરેલી છે અને તે પોતાની માતાના મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર નીકળતી જોવા મળી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો