માં-દીકરા અને ભત્રીજાનું અકસ્માતમાં થયું કરુણ મૃત્યુ, ભાઈના મૃતદેહને જોઈને બહેન બોલી કે ‘કોઈ મારા ભાઈને ઉઠાવો’…પરિવારનું હૈયાફાટ રૂદન…

Published on: 7:45 pm, Tue, 18 October 22

હાલમાં બનેલી એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગોધરા દાહોદ હાઇવે રોડ ઉપર આવેલા લાડપુર પાસે બાઈક અને પીકઅપ વાહન વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં માતા-પુત્ર અને ભત્રીજાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

અકસ્માતના સમાચાર મૃતકોના પરિવારજનોને મળતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવરાજ વિજયભાઈ કોળી તથા રાજેશભાઈ અશોકભાઈ ડાયરા અને અમરતબેન અશોકભાઈ ડાયરા ત્રણેય લોકો ગોધરા ગામે અગ્નિ વીર પરીક્ષાના ડોક્યુમેન્ટ માટે આધાર કાર્ડ કઢાવવા માટે બાઈક લઈને ગોધરાથી નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં બેફામ પીકઅપ ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં એક બહેને હૈયાફાટ રૂદન કર્યું હતું.

ભાઈનું મૃતદેહ જોઇને બહેન કહેતી હતી કે મારા ભાઈને ઉઠાવો… જ્યારે એક પત્ની પોતાની આંખોમાંથી રુદન કરી રહી હતી. પરિવારને કાન્તાઓના આપવા માટે આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના મૃતકોના ઘરે પહોંચ્યા હતા. ત્યારે મૃત્યુ પામેલા યુવકની પત્નીએ આરોગ્ય મંત્રીના ગળે વળગીને હૈયાફાટ રૂદન કર્યું હતું.

આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર યુવરાજભાઈ વિજયભાઈ કોળી અને રાજેશભાઈ અશોકભાઈ ડાયરા અગ્નિવીર પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. યુવરાજ ભાઈ, રાજેશભાઈ અને રાજેશભાઈ ની માતા આર્મીમાં ભરતી માટે આધાર કાર્ડ કાઢવા માટે ગોધરા ખાતે આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં લાડપુર નજીક એક પીકઅપે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવરાજના મૃત્યુના કારણે દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એક સાથે ગામમાં ત્રણ અર્થી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં-દીકરા અને ભત્રીજાનું અકસ્માતમાં થયું કરુણ મૃત્યુ, ભાઈના મૃતદેહને જોઈને બહેન બોલી કે ‘કોઈ મારા ભાઈને ઉઠાવો’…પરિવારનું હૈયાફાટ રૂદન…"

Leave a comment

Your email address will not be published.


*