દશેરા ને લઈને મંત્રી પૂર્ણેશ મોદીએ આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતે

45

ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ડાંગ શબરી અને રામનું મિલન સ્થળ છે જ્યાં રામ અને શબરી નું મિલન થયું હતું ત્યારે ડાંગમાં પ્રથમ વખત દશેરા મહોત્સવ ઉજવવામાં આવે તેવી તેમણે જાહેરાત કરી છે.

સાથે જ તેમને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે અને સુરત સહિત ચાર સ્થળોએ સી પ્લેન સેવા પણ શરૂ કરવામાં આવશે તેવું પણ પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં માર્ગ અને મકાન મંત્રી તરીકે મારી પહેલી જવાબદારી હતી કે લોકોને વરસાદના

કારણે રસ્તાઓ ધોવાયો તેને તાત્કાલિક અસરથી રીપેરીંગ કરીને પ્રજાની મુશ્કેલીઓ હલ કરવા માટે તે દિશામાં કામગીરી કરવી જરૂરી હતી ત્યારે અમારા વિભાગ દ્વારા સતત વરસાદ જ્યારે પણ થોડા સમય માટે બંધ રહ્યો હતો ત્યારે કામગીરી ખૂબ ઝડપથી કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ યાત્રાધામોના વિકાસ કરાશે અને પ્રવાસન ક્ષેત્રે નવા સ્પોર્ટ ડેવલપ કરવામાં આવશે તેવું જણાવતાં પૂર્ણેશ મોદી ને ટુરીઝમ શેત્ર ના વિકાસ માટે તેમજ ટૂરિઝમનો વિકાસ થાય તે માટે સોમનાથમાં 50 રૂમ નું નવું સર્કિટ હાઉસ તૈયાર કરાશે તેવું જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!