ગુજરાતના આ જિલ્લામાં માતા અને 6 વર્ષની પુત્રીનું મૃત્યુ, બંનેના મૃત્યુ નું કારણ હજુ અકબંધ…

81

વડોદરાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં માતા અને પુત્રીનું મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. આ ઘટનામાં 36 વર્ષીય માતા અને 6 વર્ષીય દીકરીનું મૃત્યુ થયું છે.

બે માળના મકાનમાં ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા માતા અને પુત્રીનું મૃત્યુ બાદ મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ બંને નો જીવ લઈ લેવામાં આવ્યો છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના ગળા પર ઇજાના નિશાનો જોવા મળ્યા છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ગઇકાલે રાત્રે વડોદરામાં સીમા વિસ્તારમાં આવેલી ચંદન પાર્ક સોસાયટી માં બની હતી. મળતી માહિતી મુજબ શોભાબેન અને તેમની પુત્રી કાવ્યા નવરાત્રીમાં ગયા હતા અને ત્યાંથી રાત્રે 12 વાગે પરત ફરે છે.

ત્યારે માતા અને પુત્રી ની તબિયત બગડે છે અને તે કારણોસર તેમના પતિ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાને લઈને વૃદ્ધ યુ પામેલી મહિલાના ભાઈએ કહ્યું કે બહેનના ગળાના ભાગે ઈજાના નિશાન છે. જેનિશા ને એવું સૂચવે છે કે તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે. ઉપરાંત આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને પોલીસ દ્વારા માતા અને તેની દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ ઘટનાના મૃત્યુનું સાચુ કારણ જાણવા પોસ્ટમોર્ટમ ની રાહ જોવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!