ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ગાભા કાઢી નાખશે…

Published on: 3:39 pm, Sat, 9 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેને લઈને રાજ્યના 228 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાં નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અંગે વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ જશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં 10 થી 15 જુલાઈ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. અહીં અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ ઉભી થઇ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. તેમજ મહેસાણા અને પાટણમાં મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી જશે. આગાહી મુજબ વલસાડ જિલ્લાના દરિયામાં આજરોજ સવારે ભારે કરંટ જોવા મળ્યો છે. આ કારણસર દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 1.36 ઈંચ વરસાદ વરસ્યો છે. પારડીમાં 3.12 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં 3.6 ઈંચ વરસાદ વરસ્યો છે. ધરમપુરમાં 7.22 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં 8.72 ઈંચ વરસાદ વરસ્યો છે.બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લાના નખત્રાણા, લખપત અને અબડાસામાં ભારે વરસાદ પડવાના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ગામડાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ગાભા કાઢી નાખશે…"

Leave a comment

Your email address will not be published.


*