પ્રિ-મોન્સુન પ્લાન ના નામે અમને ભ્રષ્ટાચારની ગંધ આવે છે, એટલે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએઃ ઇસુદાન ગઢવી

Published on: 2:58 pm, Sat, 9 July 22

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થતી જોવા મળી રહે છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક વિડીયો દ્વારા અત્યંત ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, આજે આવેલા વરસાદે ભષ્ટ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. માત્ર થોડાક વરસાદમાં જ અમદાવાદમાં પાણી ભરાઈ ગયા છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 10000 કરોડથી વધુ છે. આ ઉપરાંત અમદાવાદની જનતાના કલ્યાણ માટે છેલ્લા બે મહિનાથી મ્યુન્સિપલ કોર્પોરેશન રોડ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા અને પ્રિમોન્સૂન પ્લાનિંગના નામે મીટીંગો અને તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ આજે અમદાવાદની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ બેઠકોમાં ભ્રષ્ટાચારની ચર્ચાઓ થતી હશે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આજે અમદાવાદ શહેરની એવી સ્થિતિ છે કે, માત્ર થોડાક વરસાદમાં જ સમગ્ર અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ઉપરાંત અનેક જગ્યાએ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. જે ખાડા અમદાવાદના લોકો માટે મોટો ખતરો છે. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનનો અનેક જગ્યાએ અટવાઈ પડ્યા છે. વિદ્યુત પુરવઠા માટે વપરાતી ડીપી પણ પાણીમાં ડૂબી ગઈ છે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારી ભાજપ સત્તામાં આવી ગઈ છે પરંતુ અમદાવાદની જનતાની સલામતી માટે બિલકુલ જાગૃત નથી. એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. વધુમાં તેમને જણાવ્યું કે, કરોડો અજમો રૂપિયાનો ટેક્સ વસુલીયા પછી પણ આજે ભષ્ટ ભાજપની મહાનગરપાલિકા અમદાવાદની જનતાને સુવિધા આપવામાં નિષ્ફળ થઈ ગઈ છે.

વધુમાં આ મુદ્દે ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારી ભાજપ શાસિત મહાનગરપાલિકા પર આક્ષેપ લગાવ્યા છે કે, કોન્ટ્રાક્ટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપે ઘણા ભ્રષ્ટ કાર્યો કર્યા છે. આજે માત્ર થોડાક વરસાદમાં અમદાવાદની જનતા પરેશાન થઈ ગઈ છે. આની પાછળ ભ્રષ્ટાચારીઓનો હાથ છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રિ-મોન્સુન પ્લાન ના નામે અમને ભ્રષ્ટાચારની ગંધ આવે છે, એટલે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએઃ ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*