ગુજરાતના 5 લોકોને જેસલમેર થી રામદેવરા જતી વખતે રસ્તામાં નડયો અકસ્માત, 1 વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 4:12 pm, Sat, 9 July 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીને કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જેસલમેરમાં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કાર પલટી ખાઈ જતા એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ચાર યુવકો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપણી પાસે માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂરપાટ ઝડપે જ અધિકાર અચાનક પલટી ખાઈ જતા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, યુવકો દારૂની ગંધ મારતા હતા.

એવું લાગી રહ્યું છે કે તેઓ દારૂની નશામાં કાર ચલાવી રહ્યા હતા. કારની સ્પીડ વધારે થઈ જવાના કારણે કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ગાંધીધામમાં રહેતા ગોપાલભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત કારમાં સવાર અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની આવા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, 5 લોકો ગાંધીધામથી જેસલમેર આવ્યા હતા. તેઓ જેસલમેર-જોધપુર રીંગરોડ થી રામદેવરા જઈ રહ્યા હતા.

આ દરમિયાન પૂરપાટ ઝડપે જતી કાર અચાનક બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર કાલ પલટી ખાતા જ ગાંધીધામમાં રહેતા ગોપાલભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જગદીશભાઈ, ગોપાલભાઈ, વિરમભાઈ અને રમેશભાઈ આગ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમને ખાનગી વાહનમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર જેસલમેરમાં ચાલી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ગુજરાતના ગાંધીધામના રહેવાસી છે. તેઓ જેસલમેર ફરવા ગયા હતા, ત્યારે તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. ગોપાલભાઈના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના 5 લોકોને જેસલમેર થી રામદેવરા જતી વખતે રસ્તામાં નડયો અકસ્માત, 1 વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*