કમો પહેલી વાર કસરત કરવા જિમમાં પહોંચ્યો, જિમમાં ‘કમા’એ કરી એવી કસરત કે… જુઓ કમાનો અનોખો વિડિયો…

Published on: 11:44 am, Sun, 11 September 22

મિત્રો તમે કમાભાઈનું નામ તો સાંભળ્યું જ હશે. હાલમાં કમાભાઈનું નામ ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં ફેમસ થઈ રહ્યું છે. ગુજરાતના તમામ ડાયરાઓ અને કાર્યક્રમમાં કમાભાઈ ની હાજરી હવે ફરજિયાત બની ગઈ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ કમાભાઈ ને જાણે છે. સૌરાષ્ટ્રના કોઠારીયા ગામનો રહેવાસી કમો રાતોરાત હવે સેલિબ્રિટી બની ગયો છે.

કમાભાઈના ડાન્સની ચર્ચાઓ તો કેનેડામાં પણ ચાલી રહે છે. દરરોજ સોશિયલ મીડિયામાં કમાભાઈના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે અને આ વિડીયો લાખોની સંખ્યામાં લોકો જોવે છે. કમાભાઈ જે કાર્યક્રમમાં હાજરી આપે ત્યાં કમાભાઈને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

એટલું જ નહીં પરંતુ કમાભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ મળી આવ્યા છે. કમો એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં “ભાઈઓ બહેનો” બોલ્યો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. હવે લોકો પોતાની દુકાનના ઉદ્ઘાટનમાં પણ કમાને બોલાવી રહ્યા છે.

તમે ઘણા એવા ઉદઘાટનના વિડીયો જોયા હશે જેમાં કમો સૂટ બુટ પહેરીને જોરદાર એન્ટ્રી કરતો હોય છે. કમો ઘણી જગ્યાએ હવે ઉદ્ઘાટનમાં હાજરી આપવા લાગ્યો છે. ત્યારે હાલમાં કમાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કમો રાજકોટના એક જિમમાં કસરત કરતો નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જીમમાં કમાને કસરત કેવી રીતે કરવી તે શીખવાડી રહ્યો છે. ત્યારે કમો પોતાની અલગ મોજમાં જ કસરત કરી રહ્યો છે. કમાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર kothariya_kamo_official નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે.

42,000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. આ ઉપરાંત એક મિલિયન જેટલા લોકોએ આ વીડિયોને જોયો છે. કોમેન્ટ બોક્સમાં લોકો પોત પોતાની અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કમો ગુજરાતી ફિલ્મનો હીરો બનશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કમો પહેલી વાર કસરત કરવા જિમમાં પહોંચ્યો, જિમમાં ‘કમા’એ કરી એવી કસરત કે… જુઓ કમાનો અનોખો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*