ઘરની બહાર રમી રહેલો 6 વર્ષનો માસુમ બાળક અચાનક ગુમ થઈ ગયું, 5 કલાક બાદ એવી જગ્યાએથી બાળકનું મૃતદેહ મળ્યું કે…પરિવારના લોકો હચમચી ગયા…

Published on: 12:48 pm, Fri, 7 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઘરેથી ગુમ થયેલા 6 વર્ષના બાળકનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું છે કે પરિવારના લોકો ચોકી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર ઝાંસીના પિચોર ગામમાં ઘરની બહાર રમી રહેલો 6 વર્ષનો માસુમ બાળક અચાનક રમતા રમતા ગુમ થઈ ગયો હતો.

ત્યારબાદ બાળકના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. લગભગ 5 કલાક બાદ બાળકનું મૃતદેહ કૂવામાંથી મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરિવારના લોકોએ બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, નરેન્દ્રસિંહ તોમર નામના વ્યક્તિનો 6 વર્ષનો દીકરો નિખીલ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. ગુરૂવારના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસની ઘરની બહાર રમી રહ્યો હતો. રમતા રમતા તે ઘરથી લગભગ 200 મીટર દૂર આવેલા કુવા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ તે કુવામાં પડી ગયો હતો.

જ્યારે પરિવારના લોકોને ઘરની બહાર બાળક દેખાયો નહીં તેથી પરિવારના લોકોએ આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ બાળકનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. છેવટે પરિવારના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. શોધખોળ દરમિયાન રાતે ગામના કેટલાક લોકોએ જણાવ્યું કે, છેલ્લી વખત નિખિલને કુવા પાસે જોયો હતો.

ત્યારબાદ કુવાની અંદર નિખિલની શોધખોળ કરવામાં આવી ત્યારે કુવામાંથી નિખિલનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતક નિખિલના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર રમી રહેલો 6 વર્ષનો માસુમ બાળક અચાનક ગુમ થઈ ગયું, 5 કલાક બાદ એવી જગ્યાએથી બાળકનું મૃતદેહ મળ્યું કે…પરિવારના લોકો હચમચી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*