સૌરાષ્ટ્રના અમરેલી માર્કેટમાં કેરીની ખૂબ જ સારી આવક થઈ રહી છે અને માર્કેટમાં કેસર કેરી અને હાફૂસ કેરીની હરાજી કરવામાં આવી રહી છે ત્યારે કેસર કેરીના એક બોક્સ નો ભાવ 700 રૂપિયા થી લઈને 1500 રૂપિયા સુધીનો છે
જ્યારે હાફૂસ કેરીનો ભાવ 1800 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે ત્યારે કેસર કેરીના જો 20 કિલોના ભાવ જાણવામાં આવે તો 1400 રૂપિયાથી 3000 રૂપિયા સુધી છે.
અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ ગઈ છે અને અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યની અંદર હવે ધીરે ધીરે કેરી માર્કેટમાં આવી રહી છે
અને હાલમાં કેરીના ભાવ થોડાક વધારે છે પરંતુ ધીરે ધીરે ધીરે કેરીના ભાવ ઓછા થઈ જશે અને આપને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં 7000 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરાય છે અને રાજ્યની બહાર કેરીઓ મોકલવામાં આવે છે અને ખેડૂતો બાગાયતી ખેતી કરીને લાખો રૂપિયા કમાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment