વલસાડમાં બે વિદ્યાર્થીઓની મોપેડ સામસામે અથડાય, ટક્કર એટલી જોરદાર હતી કે…જુઓ લાઈવ અકસ્માતની ઘટનાનો વિડીયો…

Published on: 11:46 am, Sat, 17 September 22

ગુજરાતમાં ઘણી દરરોજ અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઘણી અકસ્માતની ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોય છે અને કેટલાક લોકો મૃત્યુ પામતા હોય છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જે મન ફાવે તેવી રીતે બાઈક ચલાવતા હોય છે અને તેના કારણે અન્ય લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે વલસાડમાં બનેલી તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

શાળાએ અભ્યાસ કરતા બાળકોને બાઈક કે મોપેડ જેવા વાહનો આપીને સ્કૂલે મોકલતા વાલીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વલસાડ જિલ્લાના દાંડીમાં બની હતી. આ ઘટનામાં શાળામાંથી છૂટ્યા બાદ પુરપાટ ઝડપે મોપેડ ચલાવતા બે વિદ્યાર્થીઓના મોપેડ સામસામે અથડાયા હતા. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

આ ઘટનામાં બંને મોપેડ પર સવાર 5 માંથી એક વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના દાંડીમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ છુટ્યા બાદ સ્કૂલની નજીકથી પસાર થતાં જાહેર રસ્તા પર સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપર ઝડપે મોપેડ બાઈક ચલાવી રહ્યા હતા. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફિલ્મની જેમ શાળા પાસેથી પસાર થતા મોબાઈલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન બે વિદ્યાર્થીઓના મોપેડ સામસામે અથડાયા હતા અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બંને મોપેડ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને મોપેડ પર સવાર પાંચ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો દરેક માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પુરપાડ ઝડપે જતી બે મોપેડ સામસામે અથડાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વલસાડમાં બે વિદ્યાર્થીઓની મોપેડ સામસામે અથડાય, ટક્કર એટલી જોરદાર હતી કે…જુઓ લાઈવ અકસ્માતની ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*