સુરતમાં નાની ઉંમરની યુવતીએ વહેલી સવારે બાળકને જન્મ આપ્યો, પછી પોતાનું પાપ છુપાવો બાળકને બિલ્ડીંગ માંથી નીચે ફેંકી દીધો…જુઓ ઘટનાનો વિડીયો..

Published on: 10:40 am, Wed, 14 December 22

સુરતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના મગદલા ગામે આવેલા પંચ કુટીર સ્ટ્રીટમાંથી એક નવજાત ત્યાગી દેવાયેલ મૃત બાળક મળી આવ્યું હતું. વહેલી સવારે બાળકનું મૃતદેહ મળી આવતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકના મૃતદેહને ઊંચી બિલ્ડીંગ પરથી નીચે ફેંકવામાં આવ્યો હતો.

આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે બાળકની માતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો બાળક હજી દુનિયામાં આવે અને સરખી રીતે શ્વાસ લે તે પહેલા તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બાળકની માતા એક સગીર યુવતી છે અને તેણી બહેનપણીના મિત્રના સંપર્કથી માતા બની હોવાનું સામે આવ્યો છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસ કાર્યવાહી કરી રહે છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે સુમસામ રસ્તા ઉપર અચાનક જ બાળકને નીચે ફેંકી દેવામાં આવ્યું હતું. જેના કારણે માસુમ બાળકનું કરુણ મોત થયું હતું. ત્યારે ઘટના અંગે વહેલી સવારે લોકોને જાણ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ઉમરા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ઘટના સ્થળે પહોંચીને પોલીસે બાળકને ત્યાગી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધીને તપાસની ધમધમાટ શરૂ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને ડીસીપી સાગર બાગમરે જણાવ્યું કે, ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.

પોલીસે આજુબાજુની સોસાયટી અને રહેણાંક મકાનોમાં તપાસ કરી હતી. આ દરમિયાન નવજાત બાળકને ત્યાજી દેનારી માતા પાસે પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર વહેલી સવારે માતાએ બાળકને જન્મ આપ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બાળકને જન્મ આપનારી માતા નાની ઉંમરની છે અને તેના લગ્ન થયા નથી. જેને લઈને યુવતીએ બિલ્ડીંગ પરથી બાળકને નીચે ફેંકી દીધું હતું.

મળતી માહિતી અનુસાર સગીર યુવતીએ તેની બહેનપણીના મિત્ર સાથે બોલાચાલ કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધ બાંધતી વખતે યુવતીને ગર્ભ રહી ગયું હતું અને તેને બાળકને જન્મ આપ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને બોલી છે જો તેની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં નાની ઉંમરની યુવતીએ વહેલી સવારે બાળકને જન્મ આપ્યો, પછી પોતાનું પાપ છુપાવો બાળકને બિલ્ડીંગ માંથી નીચે ફેંકી દીધો…જુઓ ઘટનાનો વિડીયો.."

Leave a comment

Your email address will not be published.


*