સુરતમાં નશામાં ધૂત એક ટ્રક ચાલકે બાઈક પર જતા બે મિત્રોને લીધા અડફેટે, એક મિત્ર નું મૃત્યુ…

Published on: 5:49 pm, Fri, 24 September 21

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના નવસારી બજાર પોલીસ ચોકી નજીક એક ટ્રક ચાલકે બાઈક પર બે મિત્રોને અડફેટેમાં લીધા હતા તેમાં એક મિત્ર નું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ અકસ્માત ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બન્યું હતું. નશામાં ધૂત એક ટ્રક ચાલકે બાઈક પર સવાર બે મિત્રો અને પાછળથી અડફેટેમાં લીધા હતા.

અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બંનેને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એક યુવકને મૃત જાહેર કર્યો હતો.

મૃત્યુ પામેલો યુવક ઉધનાના પટેલ નગરમાં રહેતો હતો અને તેનું નામ ઈરફાન રઝાક પઠાણ છે તેવું સામે આવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના ભાઈએ કહ્યું હતું કે, માતા પિતાનું અવસાન થયું પછી બન્ને ભાઈઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

મળતી માહિતી મુજબ ઈરફાન તેના મિત્ર સાથે ચોક બજાર ચંપલ ખરીદવા આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટ્રક ચાલક યુવક દારૂના નશામાં ટ્રક ચલાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટના બની ત્યારે આસપાસના લોકોએ ટ્રકચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં નશામાં ધૂત એક ટ્રક ચાલકે બાઈક પર જતા બે મિત્રોને લીધા અડફેટે, એક મિત્ર નું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*