સુરતમાં નદીમાં ન્હાવા પડેલા ચાર યુવકો માંથી એક યુવકનું નદીમાં ડૂબવાના કારણે થયું મૃત્યુ…

Published on: 6:08 pm, Fri, 24 September 21

આજકાલ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળે છે જેમાં નદીમાં તળાવમાં ડૂબવાના કારણે મૃત્યુ થાય છે. ત્યારે સુરતની તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે રાંદેરના કોઝવે પર ન્હાવા પડેલા ચાર મિત્રોમાંથી એક યુવકનું પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયરની ટીમ દ્વારા મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

યુવકના મૃત્યુની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી મુજબ રાંદલ કોઝવે માં આવેલા પાલિકાના વાસમાં રહેતા ચાર યુવકો ન્હાવા માટે ગયા હતા.

શહેરમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો હતો તે માટે ચારેય મિત્રો બપોરના સમયે કોઝવેમાં તાપી નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. તે દરમિયાન એક યુવક નદીના ઊંડા પાણીમાં ચાલ્યો જાય છે.

અને તે પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારે અન્ય મિત્રો દ્વારા તાત્કાલિક આ સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન 22 વર્ષના યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં નદીમાં ન્હાવા પડેલા ચાર યુવકો માંથી એક યુવકનું નદીમાં ડૂબવાના કારણે થયું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*