આવું અનોખું મામેરુ ક્યારેય નહીં જોયું હોય…! સુરતમાં એક ભાઈ પોતાની બહેનનું મામેરુ એવી રીતે લાવ્યો કે… વીડિયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 11:18 am, Mon, 5 February 24

હાલમાં તો ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહે છે અને આ લગ્નની સિઝનમાં પોતાના દીકરા કે દીકરીના લગ્ન લોકોને વર્ષો સુધી યાદ રહે એટલે લોકો કંઈક ને કંઈક નવું કરતા હોય છે. જેના ઘણા અવારનવાર વિડિયો પણ તમે જોયા જ હશે.

ત્યારે સુરતમાં એક લગ્નમાં ભાઈ પોતાની બહેનનું મામેરુ એક અનોખી રીતે લઈને આવે છે. આ ભાઈ એક નાની ટ્રેનમાં મામેરુ લઈને આવ્યો હતો. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ અનોખું મામેરું જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા અને આ ટ્રેનનો વિડીયો બનાવવા લાગ્યા હતા. વાત કરીએ તો સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતા નીલા બહેનના ઘરે લગ્ન પ્રસંગ હતો.

આ દરમિયાન નીલાબેનના પિયર પક્ષ તરફથી ટ્રેનમાં મામેરાની વસ્તુઓ મૂકવામાં આવી હતી. અનોખી ટ્રેન લઈને તેઓ લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. મામેરાની આ અનોખી ટ્રેન જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ ટ્રેનના ત્રણ થી ચાર ડબ્બા હતા અને ડબ્બામાં મામેરાની બધી અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવી હતી. હાલમાં આ અનોખી ટ્રેનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આવું અનોખું મામેરુ ક્યારેય નહીં જોયું હોય…! સુરતમાં એક ભાઈ પોતાની બહેનનું મામેરુ એવી રીતે લાવ્યો કે… વીડિયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*