સુરતમાં BSCના 3 વર્ષના વિદ્યાર્થીએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું…

Published on: 4:45 pm, Mon, 18 October 21

રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતમાં પી.ટી.સાયન્સ કોલેજના BSC ના ત્રીજા વર્ષમાં ભણતા એક વિદ્યાર્થીએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જીવ ટૂંકો કરનાર વિદ્યાર્થીનું નામ જીગ્નેશ પાત્રે છે.

જીગ્નેશ ભણવામાં હોશિયાર હોવાનું સામે આવ્યું છે. સગાઈના પ્રસંગમાં ગયેલા પરિવારની ગેરહાજરીમાં જીગ્નેશ આ પગલું ભર્યું હતું. જીગ્નેશના મોટાભાઈ મનીષ પાત્રે જણાવ્યું હતું કે બે ભાઈઓ અને એક બહેનમાં જીગ્નેશ બીજા નંબરનો ભાઈ હતો.

આ ઉપરાંત જીગ્નેશ ના પિતા સંચા કારીગર છે. જ્યારે રવિવારના રોજ પરિવાર ઘરે આવ્યો ત્યારે બારીમાંથી જીગ્નેશ નો લટકતો મૃતદેહ જોઈને તેઓ દરવાજો તોડીને અંદર ગયા હતા. મળતી માહિતી અનુસાર જીગ્નેશ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાધો હતો.

આ દ્રશ્ય જોઈને તો પરિવારના સભ્યોના હોશ ગયા હતા. મળતી માહિતી અનુસાર જીગ્નેશની આજરોજ પરીક્ષા હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ આખો પરિવાર સાસરિયામાં સગાઈના પ્રસંગમાં ગયા હતા. જીગ્નેશ ઘરે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

ત્યારબાદ પડોશી જીગ્નેશ ના પરિવાર ને ફોન કર્યો હતો અને પરિવાર ઘરે આવ્યું હતું. ઘરે આવ્યા બાદ દરવાજો ખખડાવ્યો અને બેલ વગાડ્યો છતાં પણ અંદરથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ન મળ્યો. ત્યારે બારીમાંથી જોયું ત્યારે જીગ્નેશ મૃતદેહ પંખા સાથે લટકી હતું.

ત્યાર બાદ તાત્કાલિક દરવાજો તોડીને જીગ્નેશ ને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જીગ્નેશ ના મૃત્યુ પાછળ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે જીગ્નેશનો ફોન પણ જપ્ત કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!