ઉપલેટામાં બસ સ્ટેશન ચોકમાં આવેલી દુકાનની અંદર એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું…

81

રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગતરાત્રે એક યુવકે પોતાના અગમ્ય કારણોસર બસ સ્ટેશન ચોકમાં આવેલી દુકાનની અંદર ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો છે.

ઘટનાની જાણ થતા પોલીસ અને 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. યુવકે કયા કારણોસર પોતાનો જીવ ટૂંકો કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પોતાનો જીવ ટૂંકો કરનાર યુવકનું નામ વૈભવ ગરાળા હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે યુવકને શા માટે પોતાનો જીવ ટૂંકો કર્યો છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવકે શા માટે પોતાનો જીવ ટૂંકો કર્યો તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. આ ઉપરાંત ચાર દિવસ પહેલા પણ રાજકોટના રામનાથપરા માં રહેતા ભૌતિક મહેશભાઈ ભાલિયા નામના યુવકે પણ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનો જીવ કર્યો હતો.

યુવકે પોતાનો જીવ ટૂંકો કર્યો તે પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પૂર્વ પત્ની, તેના પરિવારજનો, વકીલ, પોલીસ સહિત 10 લોકોના દબાવને કારણે યુવકે પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!