દાહોદમાં એક કાર બેકાબુ થતા રોડની સાઇડના ખાડામાં પલટી ખાઈ ગઈ, અકસ્માતમાં જાણીતા ડોક્ટર રાહુલ લબાનાનું મૃત્યુ…

54

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ એ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે દાહોદની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક જાણીતા ડોક્ટર નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર દાહોદ નજીકના કતવાર પાસે એક કાર બેકાબુ બનતા કાર રોડની સાઇડના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઓર્થોપેડિક સર્જન રાહુલ લબાનાનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર ડોક્ટર રાહુલ લબાના પોતાને કોઈ અંગત કામ થી પોતાની કાર લઇને નીકળ્યા હતા. ત્યારે ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઇ ગયા હતા અને તે કારણોસર અકસ્માત સર્જાયો હતો.

રસ્તામાં ભારે પ્રમાણમાં પાણી ભરાયેલું હોવાના કારણે ડોકટરની કાર બેકાબુ થઇ ગઈ હતી અને ડોક્ટર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર બેથી ત્રણ વખત પલટી ખાઇને સિધી ખાડામાં ખાબકી ગઇ હતી.

અકસ્માતમાં ડોક્ટરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ડોક્ટર સાથે કારમાં કોઇ અન્ય વ્યક્તિ સવાર હતો કે ન હતો તેની કોઈ માહિતી સામે આવી નથી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!