સુરતના લિંબાયતમાં એક વ્યક્તિએ હાઇટેન્શન ટાવર પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું…

85

સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં સાઈબાબાના મંદિર ની પાછળ હાઈટેન્શન લાઈનના ટાવર પર એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો છે. મળતી માહિતી અનુસાર કોમલસિંગ ગીરાસે નામના વ્યક્તિનો મૃતદેહ ટાવર લટકતું જોવા મળ્યું હતું.

આસપાસના લોકોની નજર ટાવર પર લટકતો મૃતદેહ પર પડતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર કોમલસિંગ ગીરાસે લિંબાયતના સુભાષ નગર પ્લોટ નંબર 281 ખાતે રહેતો હતો.

આ ઉપરાંત કોમલસિંગ ગીરાસે મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાનો રહેવાસી હતો. જ્યારે તેનો મૃતદેહ ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યું ત્યારે તેની ઓળખ આધાર કાર્ડ પરથી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

ઉપરાંત પોલીસે ડુંભાલ ફાયર સ્ટેશન ની મદદથી યુવકના મૃતદેહને ટાવર પરથી નીચે ઉતાર્યું હતું. લિંબાયત પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.

આ ઘટનાને લઇને લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ છતાં પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

આ ઉપરાંત લિંબાયત પોલીસ દ્વારા મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે પોતાનો જીવ શા માટે ટૂંકો કર્યો તેની હજુ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!